Description
                        
  
    
        ભાઈઓ ! કનેકો આવે છે. મેનેજરનો કાગળ આવી ગયો છે. ‘વાંચવા માંડ્યું.... પણ આ શું? પત્ર પૂરો થયો કે એ બેભાન થઈ ગયો. એક ઝપાટે મને વિચાર આવ્યો કે કનેકોએ દગો દીધો હશે. મેં એ છોકરીને મનમાં ને મનમાં ગાળો દઈ દીધી. અમૃતલાલને અમે દવાખાનામાં લઈ ગયા અને પછી મેં નિરાંતે પત્ર વાંચ્યો.’ ‘દુઃખ સાથે જણાવવું પડે કે તમારો પત્ર મળ્યો એને આગલે દિવસે શાંઘાઈ પર બોમ્બ ફેંકાયા હતા અને એમાં અમારી હોટેલનો અડધો ભાગ ઊડી ગયો છે સાથે કનેકો પણ દટાઈ ગઈ અને એનો પ્રાણ ઊડી ગયો મરતી વખતે એના લોકેટમાં તમારો નાનો ફોટો હતો એને ચુંબન કર્યું હતું. પણ એક શબ્દ બોલી શકી ન હતી. એની આંખમાં ઘણા શબ્દો ભર્યા હતા. પણ તમારા સિવાય કોઈ એનો અર્થ ઉકેલી શકે એમ ન હતું. કનેકો ઉપરનો તમારો પત્ર મેં એવી કબર પર મૂકી દીધો છે. આપે મોકલેલા પૈસા પાછા મોકલું છું. પ્રભુ તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.’.